February 15, 2007 by dineshtilva
વહેતી જિંદગીમાં ધારેલ સ્થિરતા ન આવે,
તો ચાલને સખી શીખીયે ધીમે ધીમે વહેતાં.
માને તેવા હેત આદર ના આપે જો દુનીયા,
તો ચાલને સખી છોડતા જઇએ તે અપેક્ષા.
પ્રભુ પિતાનું કોઇ સર્જન હોય નહિ નકામુ,
બુધ્ધી નાં ઉધામા, હસ્તા કે રડતા સહેવા.
સુખ કે દુ:ખ સૌ એક દિન તો છે શમવાનાં
.તો જીવી લે સખી માની દિન સૌ એક સરખા.
દ્રષ્ટિ કેરા ભેદ આ બધા સમજે તુ તો સારુ
મારું નહોતુ મારું તો સખી તારું ક્યાંથી તારું?